BBC News, ગુજરાતી - સમાચાર
નવાજૂની
ઉદ્ઘવ ઠાકેરની શિવસેના શું તૂટવાની છે, અત્યાર સુધી શું-શું થયું?
મહારાષ્ટ્રના પૂર્વ મુખ્ય મંત્રી અને શિવસેના (ઉદ્ધવ બાલાસાહેબ ઠાકરે)ના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ ફરી એક વાર પાર્ટીમાં વિભાજનનો સામનો કરવો પડી શકે છે.
બીબીસી ગુજરાતી અને જિયોની પાર્ટનરશિપ, આખા ભારતના ઑડિયન્સને મળશે બીબીસીનું વિશ્વાસપાત્ર કૉન્ટેન્ટ
બીબીસીએ જિયો ટીવી અને જિયો પ્લસ ટીવીની માલિકી હક ધરાવતી કંપની જિયો મીડિયા લિમિટેડ સાથે કરાર કર્યો છે. આ કરાર હેઠળ બીબીસી ન્યૂઝ ગુજરાતી, બીબીસી ન્યૂઝ હિન્દી અને બીબીસી ન્યૂઝ મરાઠીને જિયો કનેક્શનવાળાં ટીવી અને મોબાઇલ ઍપ પર જોઈ શકાશે.
પગરખાં સાથે ઘરમાં કેવા બૅક્ટેરિયા આવે છે, કેવી બીમારીઓ થઈ શકે?
ભારત અને મોટાભાગના મધ્ય પૂર્વીય, એશિયન અને બાલ્કન દેશોમાં ઘરમાં પગરખાં પહેરી રાખવા તેને અસંસ્કારી માનવામાં આવે છે. યુરોપ અને અમેરિકાના કેટલાક ભાગોમાં તો મહેમાનોને તેમના પગરખાં ઉતારીને ઘરમાં પ્રવેશવાનું કહેવાને પણ અભદ્ર માનવામાં આવે છે.
મોહેંજો-દડોમાંથી મળેલી 'ડાન્સિંગ ગર્લ' ની નગ્ન મૂર્તિને 'ઢાંકી'ને પાઠ્યપુસ્તકમાં દર્શાવાઈ, પછી પરત કેમ લેવામાં આવી?
મોહેંજો-દડોમાંથી મળી આવેલી ડાન્સિંગ ગર્લ તરીકે ઓળખાતી આ કાંસ્ય કલાકૃતિમાં એક છોકરી કમરે હાથ મૂકેલી અવસ્થામાં ઊભેલી દેખાય છે, આ કલાકૃતિ સિંધુ ખીણ સભ્યતા સાથે સંકળાયેલી સૌથી વધુ જાણીતી કલાકૃતિઓ પૈકી એક છે.
ઢોલકનવાઝ મીર હાજી કાસમનું નામ 'હાજી રમકડું' નામ કેવી રીતે પડ્યું?
9 વર્ષની વયે ઢોલક વગાડવાનું શરૂ કરનાર હાજી રમકડુંને અનેક ઍવૉર્ડ્સ, ઇલકાબો, ખિતાબો મળ્યા છે, જેમાં હાલમાં જ મળેલું પદ્મશ્રી 2026નું સન્માન પણ સામેલ છે.
દહેરાદૂન: નીટની તૈયાર કરતી યુવતી મૃત મળી આવી, સુસાઇડ નોટ પણ મળી : ન્યૂઝ અપડેટ
ગુજરાત સહિત દેશદુનિયાના તમામ મહત્ત્વના સમાચાર માટે બીબીસી ગુજરાતી સાથે જોડાયેલા રહો.
દુનિયામાં ગરમીથી સૌથી વધુ ખતરો ધરાવતાં શહેરોમાં અમદાવાદ બીજા સ્થાને, કારણ શું છે?
દુનિયામાં ગરમીથી સૌથી વધુ ખતરો ધરાવતાં શહેરોમાં અમદાવાદને બીજું સ્થાન મળ્યું છે. આ સંશોધન માટે 10 લાખથી વધુ વસ્તી ધરાવતાં 205 શહેરોનો અભ્યાસ કરવામાં આવ્યો હતો. અમદાવાદ સામે શું પડકારો છે?
35 વર્ષ પછીની વયે ગર્ભવતી થતી મહિલાઓને ડૉક્ટરો આ ખાસ ટેસ્ટ કરવાની સલાહ આપે, જાણો કારણ
વર્તમાન યુગમાં ઘણી મહિલાઓ ઉંમરની ચાળીસીમાં કે તે પછી માતા બનવાનો નિર્ણય કરે છે. તાજેતરમાં જ ભારતીય ટીવી અને ફિલ્મ કલાકાર તનાઝ ઈરાને ઉંમરની ત્રીસી અને ચાળીસીમાં માતા બનવાનાં જોખમો વિશે વાત કરી હતી.
ચોમાસું ગુજરાતમાં ક્યારે પહોંચશે, હવામાન વિભાગે આ જિલ્લામાં કરી વરસાદની આગાહી
ગુજરાતમાં દિવસે ગરમી અને રાત્રે હળવા પવનને કારણે ઠંડકનો અનુભવ થઈ રહ્યો છે. જોકે વરસાદની ઘડીઓ ગણાઈ રહી છે, પણ ચોમાસું હજુ મુંબઈ પણ પહોંચ્યું નથી.
ભારત/વિદેશ
વીડિયો, 'જો હું ભણી ન હોત, તો શેરડી કાપવાનું કામ કરતી હોત...'- નાના એવા ગામથી હવે લંડન તરફ મહિલાની સફર, અવધિ 4,04
એક મજૂરી કરતાં પરિવારમાંથી બહાર આવીને લંડન જવા સુધીની તેમની સફર હાશિયામાં ધકેલાયેલા કાતકરી સમાજ માટે એક નવી આશાનું કિરણ જગાવ્યું છે.
પંજાબમાં થયેલા કેટલાક હુમલાની જવાબદારી લેનાર તહરીક-એ-તાલિબાન હિંદુસ્તાન નામનું રહસ્યમય ઉગ્રવાદી જૂથ શું છે?
પાકિસ્તાનની સરહદ પાસે થયેલા ઘાતક હુમલા પછી નૅશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (એનઆઇએ) સહિતના ભારતીય અધિકારીઓ એક નવા ઉગ્રવાદી જૂથની તપાસ કરી રહ્યા છે. ભારતના પંજાબમાં બે પોલીસકર્મીની હત્યાના હુમલાની જવાબદારી સ્વીકાર્યા પછી તહરીક-એ-તાલિબાન હિન્દુસ્તાન (ટીટીએચ) નામનું આ જૂથ ચર્ચામાં આવ્યું છે.
ગુજરાતમાં 'કાચના તાંતણે' કરોડો રૂપિયાનાં વહાણ કઈ રીતે બનાવાઈ રહ્યાં છે?
વહાણવટા અને લાકડાના વહાણના નિર્માણ માટે જાણીતા સલાયા બંદરમાં હાલ ચાર વહાણ એવાં બની રહ્યાં છે જેમાં લાકડાના બદલે ગ્લાસ-ફાઈબર રિઇન્ફોર્સડ પ્લાસ્ટિક (ટૂંકમાં એફ.આર.પી.) વાપરવામાં આવી રહ્યું છે.
ઑસ્ટ્રેલિયા : 'લૉટરી' વિઝા શું છે, જેના માટે '7 બેન્ડ' લાવવાની જરૂર નથી
ઑસ્ટ્રેલિયન સરકારે ફરી એકવાર યુવાનો માટે 'લૉટરી' વિઝા એટલે કે વર્ક અને હૉલિડે વિઝાની જાહેરાત કરી છે.
ભારતમાં હવાઈયાત્રાની સુરક્ષા માટે શું ખરેખર જરૂરી પગલાં ભરવામાં આવે છે? બીબીસી તપાસમાં થયો ખુલાસો
ભારત વિશ્વનું ત્રીજું સૌથી મોટું સ્થાનિક વિમાનયાત્રાનું બજાર છે. ઇન્ટરનૅશનલ ઍર ટ્રાન્સપૉર્ટ ઍસોસિએશન (IATA) અનુસાર, ભારતનો ક્રમ અમેરિકા અને ચીન પછી આવે છે. તાજેતરના દિવસોમાં ભારતમાં સતત વધી રહેલી વિમાન દુર્ઘટનાઓએ નાગરિક ઉડ્ડયન સુરક્ષા પર ગંભીર સવાલો ઊભા કર્યા છે. પરંતુ ભારતમાં પ્લેનના મુસાફરોની સુરક્ષા માટે જરૂરી પગલાં ભરવામાં આવે છે ખરાં?
અયોધ્યા : રામમંદિરમાં દાનની કથિત ઉચાપતનો શું છે મામલો, અત્યારસુધી શું શું થયું?
ગઈ 7 જૂને સમાજવાદી પાર્ટી પ્રમુખ અને પૂર્વ મુખ્ય મંત્રી અખિલેશ યાદવે સોશિયલ મીડિયા પર રામમંદિરના દાન સાથે સંકળાયેલા કરોડો રૂપિયા ગાયબ થયાનો આરોપ કર્યો હતો. આ મામલા સંદર્ભે આરોપ-પ્રત્યારોપને જોતાં ઉત્તર પ્રદેશ સરકારે રામમંદિરમાં દાનવિવાદની તપાસ માટે ત્રણ સભ્યની એસઆઇટી બનાવી છે.
માત્ર 822 મત મેળવનાર નેશનલિસ્ટ સિટીઝન્સ પાર્ટી જેમાં TMCના 20 બળવાખોર સાંસદો ભળશે
તૃણમૂલ કોંગ્રેસના કેટલાક બળવાખોર સાંસદોએ લોકસભા અધ્યક્ષ ઓમ બિરલા સાથે મુલાકાત કરી નેશનાલિસ્ટ સિટીઝન્સ પાર્ટી ઑફ ઈન્ડિયા (એનસીપીઆઈ)ની સાથે વિલીનીકરણની જાહેરાત કરી હતી.
ટ્રમ્પની મોટી જાહેરાત, 'શાંતિ સમજૂતી થઈ ગઈ, હોર્મુઝ સામુદ્રધુની બધા માટે ખુલ્લી અને ટોલ ફ્રી', 19મીએ થશે કરાર પર હસ્તાક્ષર
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ટ્રુથ સોશિયલ પર એક પોસ્ટમાં ઈરાન સાથે સમજૂતીના કરાર પર સહમતિ બની હોવાની વાત કરી છે. ઈરાનના ઉપવિદેશ મંત્રીએ પણ આ બાબતે સહમતિ બની હોવાની પુષ્ટિ કરી છે.
અમદાવાદ પ્લેન ક્રૅશના પીડિતોના અવશેષોની ઓળખ માટે પરિવારોને એક વર્ષ લાંબી લડત કેમ લડવી પડી?
એક વર્ષ પહેલા 12 જૂને, તેમનાં માતાપિતા લંડન જઈ રહ્યાં હતાં ત્યારે એર ઇન્ડિયાની ફ્લાઇટ અમદાવાદથી ઉડાન ભર્યાના માત્ર 32 સેકન્ડ પછી ક્રેશ થઈ ગઈ હતી.
પૉડકાસ્ટ : દુનિયા જહાન
આંતરરાષ્ટ્રીય ઘટનાઓને સમજાવતો કાર્યક્રમ



























































